સુરત : બગુમરા ગામે 2 ઇસમો કરતાં હતા ગાંજાનું વેચાણ, SOG પોલીસે ઝડપી પાડ્યા...
સુરત ગ્રામ્ય SOG પોલીસની ટીમે પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાંથી ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
BY Connect Gujarat Desk4 Jan 2022 9:45 AM GMT
X
Connect Gujarat Desk4 Jan 2022 9:45 AM GMT
સુરત ગ્રામ્ય SOG પોલીસની ટીમે પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાંથી ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરત ગ્રામ્ય SOGની પોલીસ ટીમ પેટ્રોલીગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમ નજીક ગોવિંદજી પાર્ક સોસાયટીમાં આવેલ સાઈ શ્રદ્ધા રેસિડેન્સી નીચેની દુકાન નંબર 2માં ટીનકુ તથા દિપક નામના ઈસમોએ ગેરકાયદેસર રીતે ગાંજાના જથ્થાનો સંગ્રહ કરી રાખ્યો છે. સાથે જ આ બન્ને ઇસમો ગાંજાનું છૂટક વેચાણ પણ કરે છે. જેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, ત્યારે પોલીસને બાતમીવાળા સ્થળ પરથી 35 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. હાલ તો પોલીસે બન્ને ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની પણ શોધખોળ આરંભી છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અંકલેશ્વર : દહેજ અદાણીમાંથી નીકળતો ઓસ્ટ્રેલિયન કોલસાનો કૌભાંડનો...
28 May 2022 11:16 AM GMTસુરેન્દ્રનગર : લીંબડી ખાતે ખેલ મહાકુંભ અન્વયે અંડર-17 ખો-ખો સ્પર્ધાનો...
28 May 2022 11:09 AM GMTવડોદરા : સ્માર્ટ સીટીના સ્માર્ટ વચનો પોકળ સાબિત થયા, પાણીની લાઇનમાં...
28 May 2022 10:33 AM GMTધર્મ વિરુદ્ધ ટિપ્પણી કે પોસ્ટ કરતા પહેલા ચેતી જજો, ગુજરાત સાયબર સેલ...
28 May 2022 10:25 AM GMTઅમદાવાદ : છેલ્લા એક વર્ષમાં CNGમાં 51 ટકાનો ભાવ વધારો,પેટ્રોલ-ડિઝલની...
28 May 2022 10:13 AM GMT