Connect Gujarat
સુરત 

સુરત: પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા યોજાય સાયકલોથોન, હજારો સુરતીઓએ લીધો ભાગ

શહેર પોલીસ અને સુરત મહાનગર પાલિકા દ્વારા સાયકલોથોનનું આયોજન કરાયું હતું.શિયાળાની વહેલી સવારે કરાયેલા આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

X

સુરત શહેર પોલીસ અને સુરત મહાનગર પાલિકા દ્વારા સાયકલોથોનનું આયોજન કરાયું હતું.શિયાળાની વહેલી સવારે કરાયેલા આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સુરતમાં સાયકલને મહત્વ આપવા માટે સાયકલોથોનનું આયોજન કરાયું હતું.સુરત મહાનગર પાલિકા અને સુરત સીટી પોલીસ દ્વારા કરાયેલા આ આયોજનમાં વહેલી સવારથી જ લોકો ઉત્સાહ સાથે જોડાયા હતા.સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સાયકલોથોનનું આયોજન કરાયું હતું.જેમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી,ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ,મેયર હેમાલી બોઘાવાલા,પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી સાયકલોથોનને લીલી ઝંડી આપી હતી.મહત્વનું છે કે શિયાળાની સવારે સાયકલ ચલવવાના સંદેશ સાથે સાયકલોથોનનું આયોજન કરાયું હતું.આ સાયકલોથોનમાં સુરતીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો

Next Story