-
વેસુની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ
-
હેપ્પી એન્કલેવના આઠમાં માળ પર લાગી આગ
-
ભીષણ આગ ત્રણ માળ સુધી ફેલાય
-
ફાયર લાશ્કરોએ 15થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ
-
ગૃહમંત્રી પણ લાશ્કરો સાથે જોડાયા
-
ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ
સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.બિલ્ડિંગની આગમાં ફસાયેલા 15 વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.અને તમામ લોકોને હેમખેમ સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે,તેથી તેઓએ પણ દોડી આવ્યા હતા અને ફાયર લાશ્કરોની મદદમાં જોડાયા હતા,આ ઘટના સમયે લાશ્કરોની સાહસિક કામગીરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી.
ફાયર લાશ્કરોએ આગ પર ભરી જહેમત બાદ કાબુ મેળવી લીધો હતો,જ્યારે આગ સંપ્રુણ કાબુમાં આવી ગઈ છે કે નહીં તે જાણવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી.અને જાણવા મળ્યા મુજબ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. આગ પર કાબૂ મેળવવા માટે 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓની મદદ લેવામાં આવી હતી.