Connect Gujarat
સુરત 

સુરત : સચિન ગેસકાંડ મામલે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ

ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના કેસમાં સુરત SOG પોલીસે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

X

સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલખાડીમાં ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના કેસમાં સુરત SOG પોલીસે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના સચીન વિસ્તારની ખાડીમાં ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો હતો, ત્યારે ઝેરી ગેસની અસરથી 6 શ્રમિકોના મોત નીપજ્યાં હતા. ગેસકાંડ મામલે સુરત પોલીસ દ્વારા આ ગુન્હાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસને અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીની ભૂમિકા જણાય આવી હતી. તે કંપનીએ પણ પોતાનું હેઝાર્ડસ વેસ્ટ સંગમ એન્વાયરોમેન્ટ કંપની મારફત સચીન પાસે ઉનની ખાડીમાં જ ઠાલવ્યું હતું. સમગ્ર મામલે સુરત પોલીસે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના મુંબઈ ખાતે રહેતા MD મયંક શાહ, વિરાર ખાતે રહેતા કર્મચારી યશવંત ભોગલે અને અંકલેશ્વરના વિરલ પંચાલની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ પકડમાં આવેલા આરોપીઓએ જણાવ્યુ હતું કે, તેઓએ સોડિયમ સલ્ફાઈડ, વેસ્ટ સોડિયમ અને સલ્ફેક્ટ કેમિકલનો ઉનમાં તિરૂપતિ બાલાજી સોસાયટીની પાછળ આવેલ ખાડીમાં નિકાલ કર્યો હતો.

Next Story