હાલની ભાગદોડવાળી લાઈફમાં વધતાં હાર્ટ એટેકના કિસ્સા
ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું
શહેરની ખાનગી શાળાઓમાં માર્ગદર્શન શિબિરનું આયોજન
ટ્રાફિક પોલીસ થકી તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
શાળાના બાળકોનેCPRની તાલીમ આપવામાં આવી : પોલીસ
હાલની ભાગદોડવાળી લાઈફમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી સુરતની ખાનગી શાળાઓમાં ટ્રાફિક પોલીસ થકી તબીબો દ્વારા બાળકોનેCPRની તાલીમ આપવામાં આવી હતી.
CPR તાલીમ લોકોને હૃદય અને ફેફસા બન્ને કામ કરતી રાખવા માટે સક્ષમ રહેવાની કુશળતા પૂરી પાડે છે, જો આ બન્ને અંગ તબીબી સ્થિતિ, ઇજા અથવા ખરેખર કોઈ કારણ વગર બંધ થઈ જાય, તો કૃત્રિમ રીતે શરીરની આસપાસ લોહીનું પમ્પિંગ ચાલુ રાખવું અને ફેફસાંમાં ગેસનું વિનિમય ચાલુ રાખવું, ફરીથી કૃત્રિમ રીતે મગજને જીવંત રાખવામાંCPR મદદ કરે છે.CPR તાલીમ લેવાથી, હૃદયના હુમલાના કિસ્સામાં કોઈપણ દર્દીનો જીવ બચાવી શકાય છે, ત્યારે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અનોખું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
લોકોમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે પોલીસ સજાગ થઈ છે. અનેક વખત પોલીસ જવાનોએ લોકોનેCPR આપી જીવ બચાવ્યા છે. તેવામાં બાળકોને પણCPRની તાલીમ મળે તે માટે સુરત શહેરની ખાનગી શાળાઓમા ટ્રાફિક પોલીસ થકી ડોક્ટરો દ્વારા બાળકોનેCPRની તાલીમ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક વખતેCPR ખૂબ જ કારગત નિવડે છે, ત્યારેCPRથી લોકોનો જીવ કેવી રીતે બચાવવો તે અંગે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.