Connect Gujarat
સુરત 

સુરત : કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે ભાગવત કથા યોજી કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાય.

સુરત શહેર તથા જીલ્લામાં કોરોના કાળ દરમ્યાન મોતને ભેટેલા મૃતકોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવાય હતી.

X

સુરત શહેર તથા જીલ્લામાં કોરોના કાળ દરમ્યાન મોતને ભેટેલા મૃતકોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવાય હતી. ભાગવત કથા યોજી કોરોના મૃતકોને ભાવાંજલી અર્પણ કરવામાં આવી હતી.

કોરોનાના કપરા કાળ દરમ્યાન ગુજરાતભરમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે સુરત શહેર તથા જીલ્લામાં પણ કોરોના સંક્રમણના કારણે ઘણા પોઝિટિવ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. જેમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ 4 હજારથી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા, ત્યારે કોરોના કાળમાં મોતને ભેટેલા મૃતકોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવાય હતી. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા ભાગવત કથા યોજી કોરોના મૃતકોને ભાવાંજલી અર્પણ કરાય હતી. અહી તમામ મૃતકોના ફોટો કથા સ્થળે મુકવામાં આવ્યા હતા. ભાવાંજલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોરોના મૃતકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story