-
કાપોદ્રામાં અઢી વર્ષની બાળકીના અપહરણનો મામલો
-
અપહરણકર્તા CCTVમાં થયો હતો કેદ
-
કાપોદ્રા પોલીસે 10 જેટલી ટીમ બનાવી શોધખોળ આદરી હતી
-
પોલીસે દાહોદથી અપહરણકર્તાની કરી ધરપકડ
-
પોલીસે બાળકીને સહી સલામત મુક્ત કરાવી
સુરતના કાપોદ્રામાં માસુમ બાળકીનાં અપહરણની ઘટના બની હતી,જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને ઝડપી પાડીને બાળકીને મુક્ત કરાવી હતી.આરોપી બાળકીને લઈ જતો હતો તે ઘટના CCTVમાં કેદ થઈ હતી.પોલીસે CCTVના આધારે આરોપીને દાહોદ થી 20 કલાકમાં શોધી કાઢ્યો હતો.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોતાના ઘર આંગણે રમતી અઢી વર્ષની એક બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી,જેની જાણ પરિવારજનોને થતા તેઓએ ભારે શોધખોળ શરૂ કરી હતી,અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અને DCP, ACP સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ આખી રાત સુતા નહોતા અને બાળકીની શોધખોળ કરી હતી. દરમિયાન એક બાતમીના આધારે આ બાળકીને શોધી કાઢવામાં આવી હતી.
પોલીસે વિવિધ CCTV તેમજ બાતમીને આધારે સઘન તપાસ શરુ કરી હતી,અને અપહરણકર્તાને પોલીસે સુરત થી 270 કિલોમીટર દૂર દાહોદથી ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપી દિના દલ્લુ ચારેલની ધરપકડ કરીને અપહ્યત બાળકીને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી પરિવારજનોને હેમખેમ પરત કરી હતી.બાળકી મળતા જ પરિવારજનો ખુશીના આંસુ રોકી શક્યા નહોતા,અને પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.