Connect Gujarat
સુરત 

સુરત : ડિવાઈડર સાથે બાઈક અથડાયા બાદ બ્રિજ પરથી નીચે પટકાયેલા બેમાંથી એકનું મોત, ચાર દિવસ પહેલા જ બંગાળથી સુરત આવ્યા હતા

સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા.

સુરત : ડિવાઈડર સાથે બાઈક અથડાયા બાદ બ્રિજ પરથી નીચે પટકાયેલા બેમાંથી એકનું મોત, ચાર દિવસ પહેલા જ બંગાળથી સુરત આવ્યા હતા
X

સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બંને યુવકોને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈકનો કુરચો વળી ગયો હતો. તેમજ બાઈકના જાણે બે ટુકડા થઇ ગયા હોય તેમ સ્ટીયરીંગ પણ અલગ થઇ ગયું હતું. આ ઘટનામાં બંને યુવકો 15 ફૂટ બ્રિજ નીચે પટકાયા હતા. જેથી સારવાર માટે બંનેને 108 મારફતેથી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ એક યુવકનું નામ ખલીલુર રહેમાન અને બીજા યુવકનું નામ તુરબ અલી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ બંને યુવકો મૂળ બંગાળના વતની હતા. 13 એપ્રિલના રોજ એટલે કે 4 દિવસ પહેલા જ સુરત આવ્યા હતા. સુરતમાં તેઓ એકલા રહેતા હતા. બંનેના પરિવાર બંગાળ ખાતે રહે છે.

Next Story