સુરત : ઉકાઈ ડેમની ભયજનક સપાટી માત્ર 4 ફૂટ દૂર, જુઓ ડેમના આકાશી દ્રશ્યો

ઉપરવાસના ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાય ઉઠ્યો, ઉકાઈમાંથી હાલ 84 હજાર ક્યુસેક છોડાઈ રહ્યું છે પાણી.

New Update
સુરત : ઉકાઈ ડેમની ભયજનક સપાટી માત્ર 4 ફૂટ દૂર, જુઓ ડેમના આકાશી દ્રશ્યો

સુરત શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345ની નજીક 341 ફૂટ પર પહોંચી ગઈ છે. જોકે, છેલ્લા 2 દિવસથી 22 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, ત્યારે હવે પાણીની આવક સામે વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એક તરફ સુરતમાં કાળા ડિંબાગ વાદળો સાથે હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સવારથી જ સુરત શહેર તથા જિલ્લામાં હળવો વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ સિઝનનો કુલ વરસાદ 45.43 ઇંચ થયો છે. જોકે, હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો જોપવા મળી રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટીનું રૂલ લેવલ 340 ફૂટથી ઉપર હોવાથી 50 હજાર ક્યુસેક સુધી પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો.

ઉકાઇ ડેમની સપાટી 341 ફૂટથી વધુ નોંધાઇ છે, જ્યારે હાલ 84 હજાર ક્યુસેક પાણીની આવક સામે 84 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ગત અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદથી ઉકાઇ ડેમની સપાટી ઝડપભેર વધીને 341 ફૂટને પાર થઇ જતાં હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આગામી 2 વર્ષ સિંચાઇ અને પીવાના પાણી માટે તકલીફ નહિં પડે એટલું પાણી ડેમમાં ઉપલબ્ધ છે.

Latest Stories