/connect-gujarat/media/post_banners/fd7b30212cc9cab0607f9098d172b32b69b2dadc708b1ba3c9dbc35bdcdd80a8.jpg)
સુરત જિલ્લાના ઉધના રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરાતા આજરોજ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતે આવતા મુસાફરોની સવલત માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં ફુટ ઓવર બ્રિજ, એસકેલેટર, સીસીટીવી કેમેરા અને કોચ ગાઈડન્સ સિસ્ટમ સહિતની વિવિધ સુવિધાઓથી સજ્જ ઉધના રેલ્વે સ્ટેશનનું કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષના હસ્તે કરાયું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પ્રભુ વસાવા સહિત રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.