સુરત : એકદંત યુવક મંડળની અનોખી ગણેશ ભક્તિ, વૃક્ષની છાલમાંથી બનાવી વિઘ્નહર્તા દેવની મુર્તિ

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે,

New Update

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છેત્યારે ગણેશજીની આ પ્રતિમા સુરતવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

હાલ ગ્લોબલ વોર્મિંગ સતતને સતત વધી રહી છે. વૃક્ષો દિવસેને દિવસે કપાઈ રહ્યા છે. જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છેત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનમાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે લાલ દરવાજા વિસ્તારના એકદંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છેજેની અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70થી 80 જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ આ મૂર્તિમાં ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે. તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પક્ષીઓના માળા પણ મુકવામાં આવ્યા છે. એકદંત યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છેત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છેત્યારે હાલ તો હાલ સમગ્ર સુરતમાં લાકડાની છાલમાંથી બનાવવામાં આવેલી શ્રીજીની અનોખી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.

Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.