કમોસમી વરસાદે વેર્યો વિનાશ
દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકને નુકસાન
સૂચિત દક્ષિણ ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ કરી રજૂઆત
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ખેડૂતો માટે રાહત પેકેજની માંગ કરાઈ
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેતીનો સોથ વાળી દીધો છે,ત્યારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતો દ્વારા રાહત પેકેજની માંગ કરવામાં આવી છે.
ગુજરાતભરમાં કમોસમી વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ખાસ કરીને ખેડૂતો માટે આકાશી આફત નુકસાનીનું કારણ બની છે.દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાથી ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.જેમાં કપાસ,ડાંગર,શેરડી સહિત બાગાયતી પાકોમાં નુકસાન થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.ત્યારે સૂચિત દક્ષિણ ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે,અને ખેડૂતોને થયેલા નુકસાની અંગે રજૂઆત કરીને આર્થિક પેકેજની માંગ કરવામાં આવી છે.