સુરત : ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં વેક્સિનેશન કેન્દ્રો બંધ, વિલા મોઢે લોકો પરત ફર્યા..!

વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

New Update
સુરત : ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં વેક્સિનેશન કેન્દ્રો બંધ, વિલા મોઢે લોકો પરત ફર્યા..!

કોરોના સામે લડવા માટે એકમાત્ર વેક્સિનેશન જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે, ત્યારે હવે વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેવામાં સુરતના ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં વેક્સિન સેન્ટરો બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનના મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે મોટા ઉપાડે શરૂ થયેલા વેક્સિનેશનના મહા અભિયાનનો ફિયાસ્કો થયો હોવાનું પણ સામે આવ્યું છે. કોરોનાની પહેલી લહેર દરમ્યાન સુરતમાં સુપર સ્પ્રેડર બનેલા ટેક્ષટાઈલ માર્કેટના કર્મીઓ માટે રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. જોકે, રસીના અભાવે રસીકરણ કેન્દ્રો બંધ રહેતા કાપડ ઉદ્યોગના કર્મચારી અને વેપારીઓની તકલીફમાં પણ વધારો જોવા મળ્યો છે. વેક્સિન નહીં મળતા લોકો વિલા મોઢે પરત ફર્યા છે, ત્યારે કાપડ ઉદ્યોગને વેક્સિન માટે અગ્રીમતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Latest Stories