/connect-gujarat/media/post_banners/f1994a46732d2c5aaaaa295e9442deff8b439121504c402433943f2574c029ab.jpg)
સમગ્ર રાજ્યમાં માલધારી અને આહીર સમાજ દ્વારા પોતાની પડતર માંગણી મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, ત્યારે ગતરોજ અડાજણની સુરભી ડેરીમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરતાં પોલીસે CCTVના આધારે ધરપકડ કરી હતી.
સુરતમાં ગતરોજ વહેલી સવારથી જ માલધારી અને આહીર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં દૂધ-હડતાળ યોજી દૂધની અછત વર્તાવાઇ હતી. જેના પગલે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાં કેટલાક અસામાજિક તત્વોએ ભારે તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકોના ટોળાએ દુકાન નજીક પહોંચી તોડફોડ કરી છે. જોકે, માલધારીની જ ડેરી ઉપર તોડફોડ શરૂ કરી દેતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે અડાજણ પોલીસે આજે CCTV ફૂટેજના આધારે 8 જેટલા ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/2025/08/01/screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914-2025-08-01-09-12-13.jpg)