Connect Gujarat
સુરત 

સુરત: વરાછાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 50 હજાર માંગનાર ઠગ ટોળકીની ધરપકડ

ઠગ ટોળકીએ બ્લેકમેલિંગ કરી ૧૦ હજાર પડાવી વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી વેપારીને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી.

X

સુરત ના વરાછા - મીનીબજારના ફરસાણના વેપારીને ડભોલી બોલાવી હનીટ્રેપમાં ફસાવાયા હતા. ઠગ ટોળકીએ બ્લેકમેલિંગ કરી ૧૦ હજાર પડાવી વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી વેપારીને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી. સમગ્ર મામલે સિંગણપોર પોલીસે ગુનો નોંધી ૨ મહિલા સહિત છની અટક કરી હતી

સુરતના વરાછા મીનીબજાર ખાતે મીરાનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ લુખી મીનીબજાર ખાતે વાલમ ફરસાણની દુકાન ચલાવે છે.પંદર દિવસ પહેલાં તેમના મોબાઇ લ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.ભરતભાઇએ " HI " કરીને મેસેજ મોકલતા સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ ખુશ્બ હોવાનું જણાવ્યું હતુ ત્યારબાદ આ યુવતી ભરતભાઇને ભગવાનના મેસેજ મોકલવા લાગી હતી.બંને વચ્ચે વોટસએપ પર નિયમિત વાતચીત થતી હતી.વોટ્સએપ કોલિંગથી પણ તેઓ સંપર્કમાં રહેતા હતા.દરમિયાન ગત તા .૭ મીએ બપોરે તે યુવતીએ ભરતભાઇને " કોલ મી " નો મેસેજ કર્યો હતો .

જેથી ભરતભાઇએ વોટ્સએપ કોલ કરતા ખુશ્બએ નાસ્તો લઇને આવવા કહ્યું હતુ.ખુશ્બએ ભરતભાઇને ડભોલી રોડ ખાતે મનિષનગર માર્કેટ ખાતે આવી કોલ કરવાનું કહ્યું હતુ . જેથી ભરતભાઇ ખોડિયાનગરથી નાસ્તો લઇ બપોરના બે વાગ્યે મનિષ નગર પહોંચ્યા હતા . યુવતીએ ફ્લેટમાં લઇ જઇ સોફા પર ભરતભાઇને બેસાડ્યા હતા.અહીં યુવતીએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ હોવાનું જણાવી ભરતભાઈ સાથે શારીરિક અડપલાં કરવા લાગી હતી .આ દરમિયાન બે યુવકોએ રૂમમાં ઘૂસી આવ્યા હતા.તેઓએ રૂમમાં ઝઘડો શરૂ કર્યો હતો.તેઓએ ભરતભાઇને માર માર્યો હતો. વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તમામ ની અટકાયત કરી હતી.ઠગ ટોળકીએ બ્લેકમેલ કરી બળાત્કારનો પોલીસ કેસ કરવાની ધમકી આપી સમાધાન પેટે રૂપિયા માંગ્યા હતા . ગભરાઇને ભરતભાઇએ ૧૦ હજાર આપી દીધા હતા ત્યારબાદ વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી.સિંગણપોર પોલીસે ગુનો નોંધી હનીટ્રેપ કરતી ટોળકીના જયશ્રી ઉર્ફે પાયલ , અસ્મિતા , દર્શન , આકાશ , ભોલુ , અને રાહુલને અટકાયતમાં લીધા હતા . આ ટોળકીએ અન્યોને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પોલીસને આશંકા છે.

Next Story