સુરત: સાયબર ક્રાઇમનો ભોગ બનનારાઓને રૂ. 38 લાખ જેટલી રકમ પરત થઈ

લોકોને સાયબર ક્રાઇમમાંથી ઊગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

New Update

કતારગામ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરાયું

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રહ્યા ઉપસ્થિત

સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 172 લોકોની ઉપસ્થિતિ

પોલીસ કમિશનર દ્વારા લોકોને વિસ્તૃત માહિતી અપાય

ભોગ બનનારાઓને 38 લાખ જેટલી રકમ પરત અપાવી

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને રૂ. 38 લાખ જેટલી રકમ પરત અપાવવામાં આવી હતી.

જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છેતેમ લોકોને સાયબર ક્રાઈમનો ખતરો પણ રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યામાં વધી રહી છે. તેવામાં લોકોને સાયબર ક્રાઇમમાંથી ઊગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છેત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું..

જ્યાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 172 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે સમન્વય જળવાય તે માટે લોક દરબાર યોજાયો હતો. જેમાં લોકોને મૂંઝવતા પ્રશ્નો સીધા જ કરી શકે તે હેતુથી લોક દરબારમાં પોલીસ કમિશનર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમ મોટો પડકાર છેત્યારે સુરત પોલીસ કમિશનરે લોકોને સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને પોલીસે રૂ. 38 લાખ જેટલી રકમ પરત અપાવી હતી.

Latest Stories