સુરત : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં વિપ્રસેના-વેપારીઓ દ્વારા યજ્ઞ યોજાયો...

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વીપ્રસેના સહિત વેપારીઓ યજ્ઞ-હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

New Update
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ

  • પર્વત પાટિયા નજીક યજ્ઞ-હવનનું આયોજન કરાયું

  • વિપ્રસેના દ્વારા યજ્ઞ-હવન યોજીને વિરોધ નોંધવાયો

  • વિપ્રસેના દ્વારા યજ્ઞમાં કેટલાક વેપારીઓ પણ જોડાયા

  • અત્યાચારીઓને સદબુદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરાય

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વીપ્રસેના સહિત વેપારીઓ યજ્ઞ-હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વીપ્રસેના સહિત વેપારીઓ એકત્રિત થયા હતા. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક લોકોની અને ખાસ કરીને હિન્દુઓની સ્થિતિ ચિંતાજનક થઈ છે. ઇસ્કોન મંદિરના મહંતની થયેલી ધરપકડ બાદ હવે સમગ્ર દેશભરમાં તેના પડઘા પડી રહ્યા છે. બાંગ્લાદેશની સરકાર અને કેટલાક લોકો જે હિન્દુઓને પોતાના નિશાને લઈ રહ્યા છેઅને તેમને પ્રતાડિત કરી રહ્યા છેતેમને તાત્કાલિક અસરથી રોકવા માટે કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે પ્રયાસ હાથ ધરવાના શરૂ કરવા રજૂઆત કરાઈ રહી છેત્યારે ભગવાન આવા અત્યાચારીઓને સદબુદ્ધિ આપે તે માટે સુરત વિપ્રસેના સહિત વેપારીઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશની અત્યારની સ્થિતિ જોતા સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો સુરક્ષિત ન હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેના કારણે હિન્દુઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફસુરતથી કોલકત્તા વાયા 75% કાપડનો માલ બાંગ્લાદેશ જાય છેજ્યારે 25% જેટલો માલ સુરતથી સીધેસીધો બાંગ્લાદેશ સપ્લાય થાય છે. હાલ વર્તમાન સ્થિતિના કારણે સુરતથી કાપડ વેપારીઓ દ્વારા મોકલવામાં આવેલ માલનું પેમેન્ટ પણ અટવાય પડ્યું છે.

જે પેમેન્ટ અટવાતા વેપારીઓને પણ ભારે હાલાકી થઈ રહી છે. ઉપરાંત બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની ઘટના ચિંતાનો વિષય બન્યો છેજ્યારે સ્વામી ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે પણ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છેજ્યાં સ્વામી ચિન્મય કૃષ્ણદાસની જેલ મુક્તિહિન્દુઓની સુરક્ષામાં વધારોકાપડ વેપારીઓના ફસાયેલા નાણા પરત લાવવા શાંતિ હવન યજ્ઞ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારત સરકાર મધ્યસ્થી કરે તેવી આશા સાથે વીપ્રસેના સહિત વેપારીઓ દ્વારા હવન યજ્ઞ યોજાયો હતો.

Read the Next Article

સુરત : સચિન વિસ્તારની ટેક્સટાઇલ કંપનીમાં લિફ્ટ તૂટી પડતાં શ્રમિક મહિલાનું મોત, આર્થિક સહાય મળે તેવી મૃતકના પરિવારની માંગ

ટેક્સટાઇલ કંપનીમાં લિફ્ટ તૂટી પડતાં સફાઈ કામદાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે આવતી વેળા ટ્રોલી તૂટી પડી હતી.

New Update
  • સચિન વિસ્તારમાં આયુષી ટેક્સટાઇલ કંપનીમાં દુર્ઘટના

  • બીજા માળેથી ગુડ્સ લિફ્ટ નીચે આવતી વેળા દુર્ઘટના

  • લિફ્ટ તૂટી પડતાં એક શ્રમિક મહિલા નીચે પટકાતા ઈજા

  • સફાઈ કામદાર મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું

  • પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ કંપનીની લિફ્ટ તૂટી પડતાં ઇજાગ્રસ્ત સફાઈ કામદાર મહિલાનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારસુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ આયુષી ટેક્સટાઇલ કંપનીમાં દુર્ઘટના સર્જાય હતીજ્યાં લિફ્ટ તૂટી પડતાં સફાઈ કામદાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે આવતી વેળા ટ્રોલી તૂટી પડી હતી. જેના કારણે શ્રમિક મહિલા નીચે પટકાતા ગંભીર ઈજા થતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં 40 વર્ષીય કલાદેવી શંકર માહતોનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો બીજી તરફઆયુષી ટેક્સટાઇલ કંપની તરફથી મૃતકના પરિવારને આર્થિક સહાય મળે તેવી માંગ ઉઠી છેત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.