સુરત : જાણીતા અભિનેતા અને સાંસદ રવિ કિશને ઓલપાડ ખાતે સભા સંબોધી, ઉમેદવાર માટે કર્યો પ્રચાર.!

ચૂંટણીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા જોરસોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે

સુરત : જાણીતા અભિનેતા અને સાંસદ રવિ કિશને ઓલપાડ ખાતે સભા સંબોધી, ઉમેદવાર માટે કર્યો પ્રચાર.!
New Update

સુરતની ઓલપાડ બેઠક પર પ્રચાર અર્થે આવેલ ગોરખપુરના ભાજપના સાંસદ અને જાણીતા અભિનેતા રવિ કિશને સાયણ ખાતે સભા ગજવી હતી. ઓલપાડ બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો.

ચૂંટણીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા જોરસોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની આખી ટીમ ગુજરાતમાં છે અને તેમના ઉમેદવારો માટે પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. આજે ગોરખપુરના ભાજપના સાંસદ અને જાણીતા અભિનેતા રવિ કિશન સુરતની મુલાકાતે આવ્યા હતા. રવિ કિશને ઓલપાડ વિધાન સભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ માટે પ્રચાર કર્યો હતો. ઓલપાડના સાયણ ખાતે આજે ભવ્ય સભા યોજાઈ હતી જેમાં રવિ કિશને સભાને સંબોધી હતી હતી. સભામાં રવિ કિશને વિરોધી પક્ષોને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે આ ગાંધીનું ગુજરાત છે,નરેન્દ્ર મોદીનું ગુજરાત છે અહી ફ્રીના લોલીપોપ નહી ચાલે,ગુજરાતને બરબાદ કરવાનું નહી વિચારો,ગુજરાતમાં વિકાસની ગંગા વહી રહી છે ત્યારે ગુજરાત તેને રોકશે નહી, ગુજરાત આગળ વધી રહ્યું છે,રવિ કિશને જણાવ્યું હતું કે ગુજરાત ભાજપની સાથે હતું, છે અને રહેશે સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ ગુજરાતમાં 140 બેઠકો સાથે નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર બનાવી રહી છે.

#actor #MP Ravi Kishan #Meeting #Olpad #BeyondJustNews #Connect Gujarat #Campaigned #Gujarat #BJP candidate #Surat
Here are a few more articles:
Read the Next Article