Connect Gujarat
સુરત 

સુરત : કોરોનાના કેસમાં વધારો થતાં મનપાએ લીધા આકરાં નિર્ણયો, લોકો પાસે કરાવાશે નિયમોની સખત અમલવારી...

ઘણા દિવસોથી થઈ રહ્યો છે કોરોનાના કેસમાં વધારો, મનપા દ્વારા કેટલાક આકરાં નિર્ણયો લેવામાં આવ્યા

X

સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે મનપા દ્વારા કેટલાક આકરાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં કાપડ અને હીરા ઉદ્યોગ, શાળા-કોલેજો, હોટેલ-રેસ્ટોરન્ટ અને જીમ સહિતના સ્થળોએ લોકો પાસે નિયમોની સખત અમલવારી કરાવવામાં આવશે.

સુરત શહેર તથા જીલ્લામાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. કોરોનાના પોઝિટિવ કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે, ત્યારે લાપરવાહી દાખવવી પણ એક મોટી ભૂલ છે. આ લાપરવાહી કોરોનાનું વધુ જોખમ ઊભું કરી શકે તેમ છે. એટલે હવે જ્યાં સુધી કોરોનાના કેસમાંથી સંપૂર્ણપણે મુક્તી નહીં મળે ત્યાં સુધી લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું ગંભીરતાથી પાલન કરવું પડશે. તેવામાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક આકરાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં કાપડ અને હીરા ઉદ્યોગ, શાળા-કોલેજો, હોટેલ-રેસ્ટોરન્ટ અને જીમ સહિતના સ્થળોએ લોકો પાસે નિયમોની સખત અમલવારી કરાવવામાં આવશે. ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગોમાં કામ કરતાં હજારો લોકોએ હવે, દર સપ્તાહમાં કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. શાળા-કોલેજો માટે પણ સમયાંતરે પાલિકાએ નિર્ણયમાં ફેરબદલ કર્યા છે. શાળામાં ભણતો વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તે શાળાને 14 માટે બંધ કરવામાં આવતી હતી. જોકે, છેલ્લા 2 દિવસથી વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સતત પોઝિટિવ આવતા હોવાના કારણે પુનઃ એક વખત શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ અને જીમમાં હવે AC ચાલુ રાખવા માટે પાલિકાએ મનાઈ ફરમાવી છે. આવા તમામ સ્થળોએ વેન્ટીલેશન રાખવું જરૂરી છે. જ્યાં વેન્ટીલેશન નહીં હોય, ત્યાં જે તે એકમ બંધ કરવા સુધીના પગલાં પણ લેવાશે. સાથે જ લગ્નો સહિત સામાજિક મેળાવડાઓમાં પણ નિયમ પ્રમાણે, 400થી વધુ લોકો હશે ત્યાં કાર્યવાહી કરાશે. આગામી દિવસોમાં પાલિકાની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ પણ હાથ ધરવામાં આવશે.

Next Story