સુરત : નામ લીધા વિના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના AAP પર શાબ્દિક પ્રહાર...

સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે આવેલ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફેબ્રિક એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

New Update
સુરત : નામ લીધા વિના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના AAP પર શાબ્દિક પ્રહાર...

સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે આવેલ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફેબ્રિક એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના શાબ્દિક પ્રહાર કર્યા હતા.

સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે આવેલ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશન દ્વારા ફેબ્રિક એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન ઉદબોધન કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આપના વાયદા ચાઈનીઝ છે. તેઓ 10 લાખ નોકરી આપવાની વાત કરે છે. કેજરીવાલે જુઠ્ઠું બોલવું, તો વધારે બોલવું એવું છે.

સમગ્ર દેશમાં ગુજરાત યુવાનોને સૌથી વધારે રોજગાર આપે છે. જે વચન આપવા આવે છે એને સમજી લેવું જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, હમણાં એક ભાઈ આવે છે, અને મફત પાણીની વાત કરે છે. અને કહે છે કે, અમે ફ્રીમાં વીજળી આપીશું. પરંતુ પાવર આવશે કે, કેમ તે એક સવાલ છે. ગુજરાતના યુવાઓને પણ નોકરીની લાલચ આપી છે. સાડા પાંચ લાખ નોકરીની સરકારે જાહેરાત કરી છે, ત્યારે આ ભાઈ 10 લાખ નોકરીની જાહેરાત કરે છે. પણ તે કેવી રીતે કરશે, તે નક્કી નથી. ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય હોવાનું પણ સી.આર.પાટીલે જણાવ્યુ હતું.

Read the Next Article

સુરત : જયપુરના મેયર સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીના કર્યા વખાણ,મનપાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી

રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.

New Update
  • સુરતના મહેમાન બન્યા જયપુરના મેયર

  • સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીની મહેમાનગતિ માણી

  • શહેરની કામગીરી અને સ્વચ્છતાની કરી પ્રશંસા

  • ગુલાબી નગરી જયપુર પણ બનશે સ્વચ્છ શહેર

  • ભારતના દર્શન સુરતમાં થયા હોવાની લાગણી કરી વ્યક્તિ

રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.

રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત શહેરના મહેમાન બન્યા છે.આ પ્રસંગે તેઓએ ડાયમંડ નગરી સુરત શહેરની પ્રશંસા કરી હતી.સૌમ્યા ગુર્જરે મહાનગરપાલિકાની  કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.તેઓએ સુરતીઓના સ્વભાવને પણ મિલનસાર અને પ્રેમાળ હોવાનું જણાવ્યું હતું.વધુમાં સૌમ્યા ગુર્જરે સિટીઝન ફીડબેક પણ લીધા હતા.અને જણાવ્યું હતું કે સુરતના સ્થાનિક લોકો અને ટેક્સી ડ્રાઇવરોના રીવ્યુ લીધા હતા,જેમાં  તેઓએ એક જ જવાબ આપ્યો કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં ઇન્ડસ્ટ્રી આવે છે અને ખુશીઓ પણ જોવા મળે છે.

વધુમાં સૌમ્યા ગુર્જરે જણાવ્યું હતું કે જયપુર ગુલાબી નગરી છે અને સાંસ્કૃતિક વારસા માટે ખૂબ અગત્યનું શહેર છે.સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને કામ થઈ રહ્યું છે તે જયપુરમાં પણ થાય તે માટે પ્રયાસ કરવા છે.પ્લાસ્ટિક વેસ્ટને જે પ્રકારે રિસાયકલ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ સારો પ્લાન્ટ છે.આ અંગેની કામગીરી પણ જયપુરમાં થાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું અને આખા ભારતના દર્શન સુરત શહેરમાં થયા હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.