ટ્રોલી બેગમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
હત્યા કરીને મૃતદેહ બેગમાં ભરી દીધો
મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
ટેટુના આધારે મહિલાની ઓળખ માટે તપાસ
પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો શરૂ કર્યા
સુરતના કોસંબા નજીક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે,જેમાં એક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું છે.હાલ પોલીસે મૃતદેહની પોસ્ટમોર્ટમ સહિત ઓળખવિધિ માટેની તપાસ શરૂ કરી છે.
સુરત જિલ્લાના કોસંબા નજીક હાઈવે પાસેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી.મહિલાની નિર્મમ હત્યા કરીને મૃતદેહ ક્રૂરતા પૂર્વક ટ્રોલી બેગમાં ભરીને નિકાલ કરવામાં આવ્યો હતો. હત્યારાએ મહિલાના પગ બાંધી, બે ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડું વાળી મૃતદેહને ભરી દીધો હતો. પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટુના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસે પ્રાથમિક તપાસમાં મહિલા પરપ્રાંતીય હોવાની શક્યતા વ્યક્ત કરી છે. મહિલાના હાથ પર ટેટૂ પણ દોરાયેલા છે, જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે.
પોલીસે મૃતદેહની ઓળખ અને કોણે હત્યા કરી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.