સુરત : ડિંડોલીમાં યુવકે મોબાઈલ લૂંટારૂઓનો પ્રતિકાર કરતા ચપ્પુથી હુમલામાં ગુમાવ્યો જીવ,લોકોનો પોલીસ સામે રોષ

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.અને લોકોએ પોલીસનો વિરોધ કરતા પરિસ્થિતિ તંગ બની હતી.

New Update
  • ડિંડોલીમાં યુવકની હત્યાથી ચકચાર

  • મોબાઈલ લૂંટારુઓએ કરી યુવકની હત્યા

  • લૂંટારૂઓનો પ્રતિકાર કરવા જતા મળ્યું મોત

  • રોષે ભરાયેલા લોકોએ કર્યો પથ્થરમારો

  • એક પોલીસકર્મીને પહોંચી ઇજા

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.અને લોકોએ પોલીસનો વિરોધ કરતા પરિસ્થિતિ તંગ બની હતી.

સુરત શહેરના ડિંડોલીની શ્રીનાથ નગરમાં રહેતો દિલીપ સુનિલ જમાદાર ઉધનામાં જરીના કારખાનામાં નોકરી કરતો હતો.તારીખ 17 ઓક્ટોબરના રોજ દિલીપ રોજની જેમ નોકરી પરથી પરત ફરતી વખતે રેલવે પટરી નજીકથી પસાર થઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાનકેટલાક અજાણ્યા શખ્સોએ તેને રોકીને તેના મોબાઈલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલીપે આ લૂંટનો પ્રતિકાર કરતા હુમલાખોરોએ તેના પર ચપ્પુના જીવલેણ ઘા ઝીંકી દીધા હતાજેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ગંભીર ઘટના બાદ ડીંડોલી વિસ્તારમાં લોકોમાં રોષનો માહોલ સર્જાયો હતોજ્યાં રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઇન્કાર કરીને પોલીસનો વિરોધ કર્યો હતોજેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી.તંગદિલી ભર્યા માહોલ વચ્ચે ભીડમાંથી કોઈએ પથ્થરમારો કરતાએક પોલીસકર્મીના માથામાં ઈજા થઈ હતી. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

સ્થિતિ વણસતી જોઈને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

Latest Stories