સુરત : સાયબર ક્રાઇમની ઘટનામાં યુવકના આપઘાતનો મામલો, પોલીસે રાજસ્થાનથી ટોળકીની ધરપકડ કરી...

સુરતમાં સાયબર ક્રાઇમ કરતી ટોળકીનો પર્દાફાશ કરી કતારગામ પોલીસે રાજસ્થાનથી એક સગીર સહિત 2 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

સાયબર ક્રાઇમ કરતી ટોળકીનો પોલીસે કર્યો પર્દાફાશ

સાયબર ક્રાઇમની ઘટનાથી ત્રસ્ત એક યુવકનો આપઘાત

કતારગામ પોલીસે રાજસ્થાનથી કરી ટોળકીની ધરપકડ

એક સગીર સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી

સાયબર ક્રાઇમ સામે લોકોને સજાગ રહેવા પોલીસની અપીલ

સુરતમાં સાયબર ક્રાઇમ કરતી ટોળકીનો પર્દાફાશ કરી કતારગામ પોલીસે રાજસ્થાનથી એક સગીર સહિત 2 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલના સમયમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છેએમાં પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે. સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આ જોઈને પીડિત ડરી જાય છેઅને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છેત્યારે સુરત શહેર તથા જીલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ છે. આ ઘટનામાં આરોપીઓ દ્વારા બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવવામાં આવતા હતાઅને વીડિયો સોશિયલ મિડીયામાં મુકવાની વાત કરવામાં આવતી હતી. આવી જ એક ઘટનામાં એક યુવકે આપઘાત પણ કર્યો હતો. જોકેઆ દરમ્યાન સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત સામે આવી હતી. જે બાદ કતારગામ પોલીસે બેન્ક ડિટેલ્સ અને ક્યુઆર કોડના આધારે ઉંડાણપૂર્વક તપાસ કરી હતીઅને રાજસ્થાનથી બરકત કાલુ પઠાણ સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. સુરત પોલીસે રાજસ્થાનમાં રહીને આ ઓપરેશન પાર પાડ્યું છે. જોકેઆ રાજ્યવ્યાપી સાયબર ફ્રોડ હોવાનું બહાર આવી શકે તેવી પોલીસે શંકા વ્યકત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કેકોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળવુંકોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળવુંવ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખવો સહિતના મુદ્દે સજાગ રહેવા સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

 

#CGNews #Accused arrested #Surat #Youth #suicide #cyber fraud
Here are a few more articles:
Read the Next Article