સુરતમાં પણ ડીંડોલી ખાતે વર્ષોથી સેનાની તૈયારી કરતા યુવકોએ હાથમાં પોસ્ટર લઈ અગ્નિપથ સ્કીમનો સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે શરૂ કરેલી અગ્નિપથ સ્કીમનો દેશભરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં પણ સેનાની તૈયારી કરી રહેલા યુવકો દ્વારા અગ્નિપથ સ્કીમ પાછી ખેંચવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે,પરંતુ માત્ર ચાર વર્ષની જ નોકરી રાખવામાં આવતા સમગ્ર દેશમાં સેનાની તૈયારી કરતા યુવકો વિરોધ નોંધાવી રહ્યા છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તાર ખાતે આવેલ નવાગામના સેના ની તૈયારી કરતા યુવકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. યુવકોએ હાથમાં બેનરો લઇને સરકારને અગ્નિપથ સ્કીમ યોજના પાછી ખેંચવા માંગ કરી હતી. સેનાની તૈયારી કરી રહેલા યુવકે જણાવ્યું હતું કે અમે 5 વર્ષથી સેનાની ભરતી માટે તૈયારી કરી રહ્યા છે પરંતુ સરકારે અગ્નિપથ યોજના શરૂ કરી છે એમાં માત્ર 4 વર્ષની જ નોકરી રહેશે તો આ યોગ્ય નથી અમે લોકો પાંચ વર્ષથી મહેનત કરી અને ચાર વર્ષની નોકરી કરીએ એ શક્ય નથી આ નવી યોજના રદ થવી જોઈએ.