સુરત શહેરના સરથાણા પાસે આવેલા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાણીસંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે,રજાઓમાં 80 હજાર જેટલા મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધી હતી,જેના કારણે રૂપિયા 22.32 લાખની આવક થઇ હતી.
સુરત શહેરના સરથાણા પાસે આવેલા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાણીસંગ્રહાલયમાં દિવાળી વેકેશનની રજાઓમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.અને દિવાળીથી અત્યાર સુધીમાં 80 હજાર જેટલા મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધી છે,જેના કારણે કોર્પોરેશનને રૂપિયા 22.32 લાખની આવક થઇ છે.
પ્રાણીસંગ્રહાલયમાં લોકોનો ધસારો જોઈને ઝૂના મેનેજમેન્ટ દ્વારા લોકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.અને ખાસ કરીને જે સામાન્ય દિવસોમાં ચાર ટિકિટ બારી કાર્યરત હોય છે તેના સ્થાને 8 ટિકિટ બારી ગોઠવવામાં આવી છે.સિંહ,રીંછ,વાઘ,દીપડા સહિતનાં વન્ય પશુપક્ષીઓને નિહાળી મુલાકાતીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે,અને ખાસ બાળકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.