“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારાતેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારાતેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકનાPI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોનCEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.

Read the Next Article

સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.

New Update
  • 'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસનું ચેકિંગ

  • પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ

  • નશીલી દવાનું વેચાણ થતું હોવાની પોલીસને માહિતી

  • શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ હાથ ધરી

  • તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણ સામે કાર્યવાહી

'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છેહાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે. યુવાપેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા'નો ડ્રગ્સ કેમ્પેઈનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગનાDCP કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

 શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નાશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ ઉપરાંત 200થી વધુમેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાય હતીત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પકડાશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.