-
કતારગામ દરવાજા વિસ્તારનો બનાવ
-
ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો નીચે પટકાયા
-
ઓવર સ્પીડમાં મોપેડ ચલાવતા સર્જાયો અકસ્માત
-
મોપેડ ચાલક બેલેન્સ ગુમાવતા ડિવાઇડરમાં અથડાયા
-
મોપેડ ચાલક બંને યુવકો ઉછળીને 50 ફૂટ નીચે પડ્યા
-
અકસ્માતમાં એક યુવકનું મોત,એકની હાલત ગંભીર
-
કતારગામ પોલીસે તપાસ શરૂ કરી
સુરતના કતારગામ દરવાજા નજીકના ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવાનો ઉછળીને 50 ફૂટ નીચે રોડ પર પટકાયા હતા,મોપેડ ડિવાઈડર સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો. સુરતના કતારગામ દરવાજા નજીકના ઓવરબ્રિજ પરથી મોપેડ પર સવાર થઈને બે યુવકો પસાર થઇ રહ્યા હતા,જોકે તેજ રફતાર મોપેડ પરનો અંકુશ ન રહેતા ઓવરબ્રિજના શાર્પ વળાંક પર મોપેડ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો,અને મોપેડ ડિવાઇડરમાં ધડાકાભેર ભટકાયું હતું.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ સવાર બંને યુવકો ઓવરબ્રિજ પરથી ઉછળીને 50 ફૂટ નીચે સર્વિસ રોડ પર પટકાયા હતા,જે ઘટના બાદ સ્થાનિક લોકો યુવાનોની મદદે દોડી આવ્યા હતા.જોકે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું,જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે કતારગામ પોલીસે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે.