New Update
/connect-gujarat/media/post_banners/8ac9006891f59cfd913e60645ea2a89872ea7bcb2913cf45fd4c7df0d490fa5d.jpg)
વડોદરા શહેરના સીમાડે તથા ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનો વેપલો ચલાવતાં બુટલેગરો સામે પોલીસે તવાઇ બોલાવી હતી વડોદરા શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી થતાં પોલીસ એકશનમાં આવી હતી. દેશી દારૂની ભઠ્ઠીઓની બાતમી મેળવવા પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. વિવિધ વિસ્તારોમાં ડ્રોન ઉડાવી દેશી દારુની ભઠ્ઠીઓના લોકેશન પોલીસે મેળવ્યાં હતાં અને બાદમાં દરોડા પાડયાં હતાં. દરોડા દરમિયાન દેશી દારૂની 10 જેટલી ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો છે. જયારે 100 લીટર ઉપરાંતનો દેશી દારૂ તથા દારૂ બનાવવાની અન્ય સામગ્રી કબજે લેવાય છે. ભાલીયાપુરા , બિલ ,તલસાટ , વડસર રણોલી સહીત શહીદ ૧૦ જેટલા ગામોમાં દરોડા પાડવામાં આવ્યાં. પોલીસની કામગીરીના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
Latest Stories