વલસાડ: ક્રાઇમ બ્રાન્ચે કરોડોની ચોરીના મામલામાં આરોપીઓની કરી ધરપકડ

સુરતના સરથાણામાં થયેલ કોરોડોની ચોરીના મામલામાં વલસાડ એલ.સી.બી દ્વારા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

New Update
વલસાડ: ક્રાઇમ બ્રાન્ચે કરોડોની ચોરીના મામલામાં આરોપીઓની કરી ધરપકડ

સુરતના સરથાણામાં થયેલ કોરોડોની ચોરીના મામલામાં વલસાડ એલ.સી.બી દ્વારા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સુરતના સરથાણામાં થયેલ એક કરોડની હીરાની ચોરીના મામલે વલસાડ એલસીબીને સતર્કતાથી આરોપીઓની અટકાયત કરવામાં સફળતા મળી છે.વલસાડ એસપી ઓફીસ ખાતે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ હતી.સાથે જ લૂંટમાં વપરાયેલ કારની પણ તપાસ હાથ ધરાઈ હતી.સમગ્ર મામલે તમામ આરોપીઓને સુરત લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી.સીસીટીવીના આધારે વલસાડ એલસીબી દ્વારા શોધખોળ કરવામાં આવતા આરોપીઓને 5 કાર અને મુદ્દામાલ સાથે અટકાયત કરી લેવાઈ હતી. સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories