સુરેન્દ્રનગર: જોરાવનગર કોઝવે પર બાઇક પર જતા ઇસમ ઉપર કારમાં આવેલ બે ઇસમોએ કર્યું ફાયરીંગ

New Update
સુરેન્દ્રનગર: જોરાવનગર કોઝવે પર બાઇક પર જતા ઇસમ ઉપર કારમાં આવેલ બે ઇસમોએ કર્યું ફાયરીંગ

સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી છે. હજી થોડાક સમય પહેલા લીંબડી હાઇવે ઉપર ફાયરિંગ નો બનાવ બન્યો હતો.

ફરી જોરાવનગર કોઝવે ઉપર ફરી પાછું કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ બાઇક પર જઇ રહેલા વ્યક્તિ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જોરાવનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જોરાવરનગર ક્રોઝવે પાસે કારમાં આવેલા કેવલ રબારી અને અન્ય વ્યક્તિ દ્રારા બાઇક લઇને પસાર થઇ રહેલા રણછોડભાઈ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા જ્યારે આ ઘટનાની જાણ જોરાવરનગર પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બાઈક અને કાર ન મળતા પોલીસ પણ મુજવણમાં મુકાઈ ગઈ હતી તેમજ સ્થળ પરથી ફાયરિંગ થયાના પુરાવા માટે પોલીસ તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ ફાયરીંગમાં ઇજાગ્રસ્ત થયેલ રણછોડભાઈને સારવાર માટે સીજે હોસ્પિટલમાં ખસેડાવામા આવ્યો હતા.પોલીસે ઈજાગ્રસ્ત ની પ્રાથિમક પુછપરછ કરતા જણાવ્યું હતુ કે કેવલ રબારી અને અન્ય એક શખ્સ દ્રારા ફાયરીગ કરવામાં આવ્યુ હતુ આ બનાવની જઃણ થતા સુરેન્દ્રનગર એસપી , ડીવાયએસપી, સહિતનનો કાફલો ધટનાસ્થળે દોડી ગયો હતો .ત્યારે આ બાબતે ડીવાયએસપી અતુલ બી વાળંદને પૂછતાં તેમને જણાવ્યું હતું કે રણછોડભાઈ ભરવાડ પોતાના ધર તરફ જઈ રહયા હતા તે દરમિયાન અચાનક પાછળ થી કાર આવીને રણછોડભાઈ ને ક

ટકકર મારી પાડી દીધા હતા અને કાર માથી બે શખ્સો ઉતરયા જેમા કેવલ રબારી અને અન્ય એક શખ્સે ઉતરીને ફાયરીગ કરતા પગના ભાગે ઈજા થઈ હતી.અને આરોપીને પકડવા માટે એસ.ઓ.જીઅને એલ.સી.બી ની ટીમ કામે લગાડી છે અને ઝડપથી પકડી લેવામાં આવશે

Latest Stories