/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/26125744/vlcsnap-2019-12-26-12h27m29s571.jpg)
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સુરેન્દ્રનગર જિલ્લાના બજાણાને અડીને આવેલા ઘુડખર અભયારણ્યની મુલાકાત લઈ વિવિધ જૈવિકતાસભર રણ વિસ્તારની વન્યજીવ સૃષ્ટિ તેમજ રણવ્યૂહને નિહાળ્યું હતુ.
બજાણા નજીક આવેલ ઈન્ટરપ્રિટીશન સેન્ટર ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેમણે વન સંરક્ષક એસ. જે. પંડિતે સુરેન્દ્રનગર જિલ્લાને અડીને આવેલ રણ વિસ્તારની ભૌગોલિકતા, સફેદ રણમાં જોવા મળતી જૈવિકતા, અભયારણ્યમાં ઘુડખર ઉપરાંત જોવા મળતા સ્થળાંતરિત પક્ષીઓ તથા અહીં વસવાટ કરતા દુર્લભ પ્રજાતિના પ્રાણીઓ અને આ વિસ્તારના દર્શનીય સ્થળો તેમજ ઉદ્યોગો અને લોકજીવનથી રાજ્યપાલને માહિતગાર કરાયા હતા.
રાજ્યપાલએ આ ઈન્ટરપ્રિટીશન સેન્ટર ખાતે મુકવામાં આવેલ માહિતીસભર ફોટોગ્રાફ્સ તેમજ વિવિધ પ્રાણી-પક્ષીઓના સ્ટેચ્યુના નિદર્શનને નિહાળ્યું હતુ. સફેદ રણમાં આવેલ ઘુડખર અભયારણ્યમાં ઘુડખરો તેમજ સ્થળાંતરીત પક્ષીઓ-ફ્લેમિંગો અને વિવિધ વન્ય જીવસૃષ્ટિ નિહાળી હતી. ઉપરાંત રણ વિસ્તારમાં આવેલ ટુંડી વેટલેન્ડની પણ મુલાકાત લીધી હતી. જ્યાં અભ્યાસ અર્થે આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીની એરીબાસ ન્યૂ વલ્લભ વિદ્યાનગર કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી પ્રકૃતિની જાળવણીના એક શુભ વિચાર સાથે કાર્ય કરવા જણાવ્યું હતુ.