/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/maxresdefault-30.jpg)
ગણપતિ ઉત્સવમાં વપરાતા ફૂલોને નદી નાળામાં ન ફેંકતાં નિર્મળ કળશમાં નાખવા કલેક્ટરની અપીલ
વડાપ્રધાન મોદીનાં હસ્તે આજથી દેશભરમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની કરાઈ શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ ભરૂચ ખાતે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી. આ 15 દિવસ સુધી ચાાલનારા સ્વચ્છતા પખવાડામાં વિવિધ વિસ્તારોમાં સરકારી કચેરીઓ સાથે વિવિધ સ્વૈચ્છિકસંસ્થાઓ પણ જોડાશે. આજરોજ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાની ઉપસ્થિતિમાં શરૂ થયેલા સ્વચ્છતા પખવાડામાં રોટરી ક્લબ, જીપીસીબી, નગર પાલિકા ભરૂચ અને બાગાયત વિભાગનાં સહયોગથી આ નવી કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.
ભરૂચ ખાતે આજથી શરૂ થયેલા આ સ્વચ્છતા પખવાડામાં ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવ, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત અ્ય આગેવાનોએ જાતે જ ઝાડૂ ઉપાડી સાફ સફાઈ કરી હતી. આ પખવાડીયામાં જોડાવા સૌને અપિલ પણ કરી હતી. આ પખવાડિયા ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે અપિલ કરતાં નગરજનોને જણાવ્યું હતું કે, હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. જેમાં સૌથી વધુ ગણેશ મંડળો ભરૂચમાં છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગણપતિનાં દર્શન માટે જાય છે. દર્શન માટે વપરાતા ફૂલો નદી નાળામાં ન ફેકતાં નિર્મળ કળશમાં ફેંકવામાં આવે તો સ્વચ્છતા જાળવી શકીશું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નિર્મળ કળશમાં થયેલું ફુલોનું કલેક્શન બાદમાં વર્મી કમ્પોસ્ટ કરાવવામાં આવશે અને સ્વચ્છતા એકર સેવાનો સંદેશો આપવામાં આવશે. આજથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકાનાં હોદ્દેદારો, કર્મચારીઓ, રોટરી ક્લબનાં મેમ્બર્સ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.