Connect Gujarat
Featured

“તારે જમીન પર” ફેમ ઇશાન એટ્લે દર્શીલ શેફારીનો જન્મદિવસ; 14 વર્ષ બાદ ઓળખવો મુશ્કેલ

“તારે જમીન પર” ફેમ ઇશાન એટ્લે દર્શીલ શેફારીનો જન્મદિવસ; 14 વર્ષ બાદ ઓળખવો મુશ્કેલ
X

2007માં ફિલ્મી પડદા પર “તારે જમીન પર” નામની એક ફિલ્મ આવી હતી જેમાં મુખ્ય કિરદાર ઇશાન નંદકિશોર અવસ્થીના રોલમાં દેખાતા બાળ કલાકાર દર્શીલ શેફારી પોતાના અભિનયના કારણે ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી અને રાતો રાત દર્શીલ ચાઇલ્ડ સ્ટાર બની ગયો હતો.

દર્શીલ શેફારીનો જન્મ 9 માર્ચ 1997માં થયો હતો. 2006માં સ્ક્રીપ્ટ રાઇટર અને ક્રિએટિવ ડાયરેક્ટર અમોલ ગુપ્તે “તારે જમીન પર” ફિલ્મ માટેના લીડ રોલની શોધમાં હતા ત્યારે તેમને દર્શીલને શોધી કાઢ્યો હતો અને ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી હતી અને બાદમાં આમિર ખાન સાથે મળીને દર્શીલે ઓટીઝમથી પીડાતા બાળકોની વાર્તા ફિલ્મમાં દર્શાવી ઇતિહાસ રચ્યો હતો. 2007ની આ ફિલ્મથી દર્શીલને ખૂબ પ્રસિધ્ધી મળી હતી અને તેના સુંદર અભિનયને લીધે 2008માં તેને ઘણા આવોર્ડ્સ પણ મેળવ્યા હતા.

“તારે જમીન પર” ફિલ્મો ઇશાન એટ્લે કે દર્શીલ હવે મોટો થઈ ગયો છે, તમને જણાવી દઈએ કે, દર્શીલ મોટા પડદા બાદ નાના પડદા પર પણ ધૂમ મચાવી ચૂક્યો છે. દર્શીલ ડાન્સના એક રિયાલીટી શોમાં પણ જોવા મળ્યો હતો.

“તારે જમીન પર” ફિલ્મના ત્રણ વર્ષ બાદ દર્શીલ “બમ બમ બોલે” ફિલ્મથી ફરી મોટા પડદા પર નજર આવ્યો હતો, જેમાં ફિલ્મમાં તેની પરફોમન્સને લોકોએ ખૂબ વખાણી હતી. આ ફિલ્મ પછી દર્શીલ નાના પડદા પર દેખાયો હતો. વર્ષ 2012માં રિયાલીટી શો “ઝલક દિખલા જા”માં ભાગ લીધો હતો. આ સહિત દર્શીલ ઘણા એવા વિજ્ઞાપન ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. દર્શીલ 2010માં “બમ બમ બોલે” ફિલ્મમાં ડેબ્યું કર્યું હતું બાદમાં તે 2011માં “ઝોકોમોન”માં પણ દેખાયો હતો તેમજ 2012માં “મિડ્નાઇટ ચિલ્ડ્રન”માં પણ જોવા મળ્યો હતો. દર્શીલે 2013માં 18માં ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલને હોસ્ટ પણ કરી ચૂક્યો છે. 2015માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દર્શીલ અભિનયની દુનિયાથી જોડાઈ ગયો. વર્ષ 2015-16માં થીયેટર કરવાનું શરૂ કર્યું અને “કેન આઈ હેલ્પ યુ” નામના પ્લેમાં ભાગ લીધો.

હાલતો દર્શીલ પૂરી લગન સાથે એક્ટિંગની નાનામાં નાની કડીઓ સિખી રહ્યો છે જેથી આગામી સમયમાં પરફેકસન સાથે મોટા પડદા પર પાછો ફરે.

Next Story