Connect Gujarat
ગુજરાત

તડકેશ્વર: મોડી રાત્રે વાન ગટરમાં ખાબકી, દાદી અને પૌત્રીના ઘટના સ્થળે મોત

તડકેશ્વર: મોડી રાત્રે વાન ગટરમાં ખાબકી, દાદી અને પૌત્રીના ઘટના સ્થળે મોત
X

માંડવી નજીક આવેલા તડકેશ્વર ગામે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. તડકેશ્વરમાં રહેતા મધ્યપ્રદેશના વૃધ્ધ દંપતી પોતાની પૌત્રી સાથે મોડી રાત્રે દુકાન બંધ કરી, વાન મારફતે તડકેશ્વર પોતાના નિવાસ સ્થાને પરત આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

ઘટનાક્રમ દરમિયાન અચાનક વાન ચાલકનો પોતાની વાન પર કાબુ ન રહેતા અકસ્માત સર્જાયો. તડકેશ્વરની નવી નગરી પાસે વાન પલટી મારી જતાં તે રોડની બાજુમાં આવેલ ગટરમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં દાદી અને પૌત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દાદા ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Next Story
Share it