New Update
-
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર અકસ્માત
-
નબીપુર નજીક અકસ્માત સર્જાયો
-
2 ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ માર્ગ અકસ્માત
-
ટ્રક ચાલક કેબિનમાં ફસાય ગયો
-
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવાયો
ભરૂચ નજીક નેશનલ હાઇવે ટ્રાફિકજામની પરિસ્થિતિ વચ્ચે નબીપુર નજીક ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ફસાઈ જતા તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ-અંકલેશ્વર હાઇવે ઉપર હાલ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજરોજ ભરૂચ નેશનલ હાઇવે ઉપર ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાયો હતો હાઈવા ટ્રક પાછળ અન્ય હાઈવા ટ્રક અને કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.આ અકસ્માતમાં ટ્રક ચાલક કેબીનમાં ફસાઈ ગયો હતો જેને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે નબીપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
Latest Stories