ભરૂચ: એક્સપ્રેસ વે પર આમોદ નજીક 4 વાહનો વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત, બ્રેકડાઉન થયેલ પિકઅપ સાથે વાહનો ભટકાયા

ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર બે કાર અને પીકઅપ ટેમ્પા અને વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

New Update
  • ભરૂચના આમોદ નજીક સર્જાયો અકસ્માત

  • એક્સપ્રેસ હાઇવે પર બન્યો બનાવ

  • 3 વાહનો વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત

  • બ્રેકડાઉન થયેલ પિકઅપ સાથે વાહનો ભટકાયા

  • આમોદ પોલીસે તપાસ શરૂ કરાય

Advertisment
ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર બે કાર અને પીકઅપ ટેમ્પા અને વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેપર ભરૂચના આમોદ નજીકથી પસાર થઈ રહે પિકઅપ ટેમ્પાનું ટાયર ફાટતા ચાલકે ટેમ્પો માર્ગ પર જ ઉભો રાખ્યો હતો.આ સમયે અહીંથી પસાર થતી ટ્રક બ્રેકડાઉન થયેલ પિકઅપ ટેમ્પા સાથે ભટકાય હતી જેમાં ગંભીર ઇજાના પગલે  ટેમ્પાચાલક અજય ખમાણીનું મોત નિપજ્યું હતું.આ તરફ પાછળથી  આવી રહેલ કાર પણ ઉભેલા પીકપ ટેમ્પા સાથે ભટકાઈ હતી જેમાં કારમાં સવાર બે વ્યક્તિને ઈજા પહોંચી હતી જે પૈકી ગોપાલ ભગવાન સાણી નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું.આ સમયે અન્ય એક કાર પણ પિકઅપ સાથે ભટકાઈ હતી જો કે આ કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગેની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. કારમાં સવાર પરિવાર સુરેન્દ્રનગરથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Latest Stories