Connect Gujarat
ગુજરાત

ગુજરાત : ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર, વાંચો કયાં ગૃપમાં કેટલા વિદ્યાર્થી આવ્યાં

ગુજરાત : ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર, વાંચો કયાં ગૃપમાં કેટલા વિદ્યાર્થી આવ્યાં
X

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 24મી ઓગષ્ટના રોજ ગુજકેટ તથા 25થી 27 ઓગસ્ટ દરમિયાન ધો. 10 અને 12 સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.આ વર્ષે કોરોના મહામારી વચ્ચે કોવીડ-19ની ગાઇડલાઇન મુજબ પરીક્ષા લેવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષામાં 1,27,230 વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં.

રાજયમાં કુલ 34 કેન્દ્રો અને 6,431 પરીક્ષા ખંડમાં પરીક્ષા લેવાઈ હતી. ગુજકેટના જાહેર થયેલા પરિણામમાં ગ્રુપ Aમાં 410 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલથી વધુ રેન્ક મેળવ્યો છે. જ્યારે ગ્રુપ Bમાં 655 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યાં છે. જ્યારે 13 હજારથી વધુ વિદ્યાર્થીઓને 80 પર્સન્ટાઈલથી વધુ રેન્ક મળ્યો છે. ગુજકેટની માર્કશીટનું વિતરણ ક્યારે થશે તે અંગે આગામી દિવસોમાં તારીખ જાહેર કરવામાં આવશે.

Next Story