શિયાળામાં થઈ શકે છે આ બીમારીઓ, જાણો લક્ષણો અને નિવારણ ડૉક્ટર પાસેથી
દેશના કેટલાક પર્વતીય રાજ્યોમાં બરફ પડી રહ્યો છે અને મેદાની વિસ્તારોમાં પણ પારો ગગડી રહ્યો છે. આ ઠંડીની ઋતુમાં અનેક બીમારીઓનો ખતરો રહે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને સ્વાસ્થ્ય બગડવાનું જોખમ રહેલું છે. આ ઋતુમાં તાવ કે ઉધરસ અને શરદીને હળવાશથી ન લેવી જોઈએ.