Connect Gujarat
Featured

અમદાવાદ : અમદાવાદના પતંગ બજારમાં કોરોનાની અસર, 10 કરોડની સામે આ વર્ષે બન્યા માત્ર 2 કરોડ પતંગ

અમદાવાદ : અમદાવાદના પતંગ બજારમાં કોરોનાની અસર, 10 કરોડની સામે આ વર્ષે બન્યા માત્ર 2 કરોડ પતંગ
X

રાજ્યમાં અમદાવાદનું પતંગ બજાર સૌથી મોટું બજાર છે અને દર વર્ષે 8થી 10 કરોડ પતંગ બને છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અંદાજે 2 કરોડ પતંગ તૈયાર થઈ છે. જમાલપુર, કાલુપુર, રાયપુર, દિલ્હી ચકલા જેવા બજારોમાં હોલસેલ ભાવમાં 25થી 30 ટકા જેટલો જ વેપાર થયો છે.

અમદાવાદમાં દરેક ઉતરાયણ બાદ ફેબ્રુઆરી-માર્ચમાં પતંગોનું મટીરીયલ લાવવાથી લઈ બનવવાનું કામ શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ લોકડાઉનના કારણે આ કામ જુલાઈમાં શરૂ થયું છે. અને આ વર્ષે ખરીદી નહિ હોવાને કારણે અહીં પતંગ પણ ઓછા બન્યા છે તો બહારના રાજ્યોમાંથી પતંગ બનાવવા આવતા 70 પરિવારો આવ્યા જ નથી. 80થી 85 ટકા પતંગ બનાવવાના કારખાના બંધ છે. કોરોનાના વધુ કેસો અને કર્ફ્યૂના કારણે બહારના રાજ્યોના વેપારીઓ નથી આવતા. તો 7.30 વાગે દુકાનો બંધ કરી 9 પહેલા ઘરે પહોંચવું પડે છે.જેને કારણે આ વર્ષે પતંગ નો ધંધો 50 ટકા થઇ ગયો છે તેમ વેપારીઓએ જણાવ્યું છે.

અહીં વેપારીઓને આશા છે કે હજી વેપાર 5 જાન્યુઆરી બાદ થાય તેમ છે કારણકે ત્યારે દરેક લોકોના પગાર થશે તો લોકો પતંગો ખરીદવા માટે આવશે. તેમના કેહવા મુજબ પતંગની ખરીદી રાતના સમયે થતી હોઈ છે પણ રાતનો કર્ફ્યુ હોવાથી આ સમયે અમારે વેપાર નહિ થાય ગયા વર્ષે રૂપિયા 300ની 100 પતંગ વેચાઈ હતી. આ વખતે હોલેસલ ભાવમાં 225માં વેચાઈ રહી છે. 500ની મોટી પતંગો 350 છે. રોકાણ કર્યું હોવાથી વેપારીઓ જલદી વેચવાની ફિરાકમાં એવરેજ 10થી 15 ટકા નીચા ભાવે કોડી પતંગ વેચી રહ્યા છે.કારણકે તેમને ડર છે કે જો ફરી કર્ફ્યુની અવધિ લંબાવાઈ તો નુકશાન થઇ શકે છે

Next Story