આંબાલાલ પટેલની મોટી આગાહી, એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં ગુજરાતમાં વાવાઝોડાનું અનુમાન
મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડાની સાથે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડાની સાથે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે
આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ પડી શકે છે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં 2થી 4 ડિગ્રી તાપમાન પણ વધી શકે છે.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજરોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી..