-
ટી 20 વર્લ્ડકપની ફાયનલ મેચ
-
ન્યુઝોલેન્ડને હરાવી ભારત વર્લ્ડ ચેમ્પિયન
-
ભરૂચમાં વિજયોત્સવ મનાવાયો
-
અંકલેશ્વરમાં પણ ભવ્ય જીતની ઉજવણી
-
આતાશબાજી સાથે દિવાળી જેવો માહોલ
ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી ટી 20 વર્લ્ડકપ જીતતા ભરૂચ અને અંકલેશ્વરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.મોડી રાતે બન્ને શહેરોમાં જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
ભારતે ICC Men’s T20 World Cupમાં ન્યૂઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બનતા સમગ્ર દેશમાં આનંદની લહેર ફેલાઈ છે. ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીત બાદ ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને અનેક સ્થળોએ વિજયોત્સવ મનાવવામાં આવ્યો.
ભરૂચ શહેરના આઇકોનિક પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ એકત્ર થયા હતા. લોકો તિરંગા લહેરાવી, ઢોલ-નગારા અને સૂત્રોચ્ચાર સાથે ટીમ ઈન્ડિયાની જીતનો આનંદ વ્યક્ત કર્યો. યુવાનો અને ક્રિકેટપ્રેમીઓએ આતશબાજી કરીને અને ડી.જે.ના તાલે નૃત્ય કરીને જીતનું જશ્ન ઉજવ્યું.જશ્ન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તે જ રીતે અંકલેશ્વર શહેરમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ચૌટા નાકા વિસ્તાર તેમજ અંકલેશ્વર GIDC વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ટીમ ઈન્ડિયાની જીતની ખુશી મનાવી. અહીં પણ ડી.જે., નૃત્ય અને આતશબાજી સાથે વિજયોત્સવ ઉજવાયો.ટીમ ઈન્ડિયાની આ જીતને લઈને ભરૂચ જિલ્લામાં ક્રિકેટપ્રેમીઓમાં ગર્વ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
