Connect Gujarat
ટેકનોલોજી

Googleનો સસ્તો ફોન Pixel 7a લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ગૂગલે તેની વાર્ષિક I/O 2023 ઇવેન્ટમાં તેનો નવો ફોન Pixel 7a લોન્ચ કર્યો છે. Pixel 7a સિવાય કંપનીએ તેનો પહેલો ફોલ્ડેબલ ફોન Pixel Fold પણ લોન્ચ કર્યો છે.

Googleનો સસ્તો ફોન Pixel 7a લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
X

ગૂગલે તેની વાર્ષિક I/O 2023 ઇવેન્ટમાં તેનો નવો ફોન Pixel 7a લોન્ચ કર્યો છે. Pixel 7a સિવાય કંપનીએ તેનો પહેલો ફોલ્ડેબલ ફોન Pixel Fold પણ લોન્ચ કર્યો છે. આ સિવાય Pixel ટેબલેટ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. Pixel 7 અને Pixel 7 Pro જેવી જ ડિઝાઇન Pixel 7a સાથે આપવામાં આવી છે. Pixel 7aમાં નવો કેમેરા અને નવા પ્રોસેસર સાથે વાયરલેસ ચાર્જિંગ છે. આવો જાણીએ ફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Google Pixel 7a કિંમત

Pixel 7a ની કિંમત 8GB RAM સાથે 128GB સ્ટોરેજ માટે રૂ 43,999 છે અને આજે ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ શરૂ થયું છે. લોન્ચિંગ ઓફર હેઠળ HDFC બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Pixel 7a ચારકોલ, સ્નો અને સી કલરમાં ખરીદી શકાય છે.

Google Pixel 7a ની વિશિષ્ટતા

Google Pixel 7aમાં 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.1-ઇંચની ફુલ HD પ્લસ OLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લે પર ગોરિલ્લા ગ્લાસ 3 નું પ્રોટેક્શન છે અને તેની સાથે HDR પણ સપોર્ટેડ છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Pixel 7aમાં ગૂગલનું ટેન્સર જી2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ગૂગલે આ પ્રોસેસર સાથે Pixel 7 અને Pixel 7 Pro લોન્ચ કર્યો હતો. ફોન સાથે Titan M2 સિક્યુરિટી પ્રોસેસર પણ ઉપલબ્ધ છે. Pixel 7a 8 GB LPDDR5 RAM સાથે 128 GB UFS 3.1 સ્ટોરેજ ઓફર કરે છે. ફોનમાં Wi-Fi, Bluetooth v5.3 અને NFC સિવાય USB Type-C (3.2 Gen 2) માટે સપોર્ટ છે.

Pixel 7a માં 4385mAh બેટરી છે અને ફોન સાથેના બોક્સમાં ચાર્જર ઉપલબ્ધ રહેશે નહીં, જોકે આ વખતે ગૂગલે તેની સાથે વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કર્યું છે. Pixel 7a ના કેમેરા વિશે વાત કરીએ તો, તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં પ્રાઇમરી લેન્સ 64 મેગાપિક્સલનો છે અને તેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન પણ છે. બીજો લેન્સ 13 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ છે. ફ્રન્ટમાં 13-મેગાપિક્સલનો કેમેરો ઉપલબ્ધ છે.

Next Story