-
બાલી ઉંમર વટાવી સત્તરની થઈ ‘ઇલેક્શન‘
-
એકતા નગરમાં માદા ગેંડાનો ધામધૂમથી ઉજવાયો જન્મદિવસ
-
16 પૂરા કરી 17માં વર્ષમાં પ્રવેશતા જંગલ સફારીમાં જશ્નનો માહોલ
-
‘ઈલેક્શન‘ના બર્થ ડે પર કેક કાપીને કરવામાં આવી અનોખી ઉજવણી
-
ફળફળાદી કેક “ઇલેક્શન” અને નાના બચ્ચા ખુશીને આપવામાં આવી
સોલા બરસ કી બાલી ઉમર કો સલામ! એકતા નગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારીની સૌથી વહાલી સભ્ય ‘ઈલેક્શન‘ની. નર્મદાના કિનારે આવેલા સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્કમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે, કારણ કે અહીંની માદા ગેંડા ‘ઇલેક્શન‘ હવે 17 વર્ષની થઈ ગઈ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સ્ટેટ ઓફ ધ આર્ટ સમાન સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક(જંગલ સફારી)માં જંગલ સફારીમાં લુપ્તપ્રાય વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે નિરંતર પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.આજે સફારી પાર્કમાં ઉમંગ-ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો,અવસર હતો માદા ગેંડા “ઇલેક્શન” ના જન્મદિવસનો. માનવજીવનમાં જન્મદિવસ ઉજવણી તો સામાન્ય છે, પરંતુ એકતા નગર સ્થિત જંગલ સફારીમાં પણ પ્રત્યેક પ્રાણી-પક્ષીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. અહીંયા પ્રત્યેક વન્યજીવને પારિવારિક સભ્ય ગણવામાં આવે છે.
જંગલ સફારીના મહત્વપૂર્ણ સભ્ય માદા ગેંડા “ઇલેક્શન”નો 17મો જન્મદિવસ હતો,આ જન્મદિવસ ઝૂ પરિવારે પોતાના સ્વજનનો જન્મદિવસ હોય તે રીતે ઉજવવામાં આવ્યો હતો,આ આયોજન માત્ર એક જન્મદિવસના ઉત્સવનું નહિ પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા કરવામાં આવતા વન્યજીવ સંરક્ષણના અદભુત સફળતાની કહાની સમાન હતું.
જન્મદિવસના અવસરે કર્મયોગીઓ દ્વારા ગેંડાના આવાસને વિશેષરૂપથી શણગારવામાં આવ્યું હતું,જન્મદિવસની ખાસ ફળફળાદી કેક “ઇલેક્શન” અને નાના બચ્ચા ખુશીને આપવામાં આવી હતી, કેકમાં ખાસ પેલેટ, કેળા,તરબૂચ,સક્કરટેટી,બીટ,ગાજર,
ગેંડા પરિવારને જ્યારે તેમના ખાસ મેદાનમાં છોડવામાં આવ્યો ત્યારે,ખાસ સફારીના કર્મયોગીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા,જયારે “ઇલેક્શન” અને “ખુશી” આ ખાસ ફળફળાદી કેક પાસે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત તમામે હેપી બર્થ ડે ગીત લલકાર્યું હતું.
