ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 19 મે ના રોજ અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ અને 3 મેચની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. બંને ફોર્મેટ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે અને સૌથી મોટી વાત એ છે કે, યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને બંને ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ, આ ટીમ સિલેક્શનમાં એક રસપ્રદ બાબત સામે આવી છે. હાલમાં ચાલી રહેલી IPL 2026 માં રમી રહેલી ગુજરાત ટાઇટન્સ (GT) ના કુલ 11 ખેલાડીઓ આ ભારતીય ટીમમાં પસંદ થયા છે.
અમે એવું નથી કહી રહ્યા કે ટીમમાં માત્ર ગુજરાતના જ ખેલાડીઓ ભરેલા છે, પરંતુ ખુદ ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાના ચાહકોને સમજાવ્યું છે કે અફઘાનિસ્તાન સિરીઝ માટે પસંદ થયેલી ટીમ ઈન્ડિયામાં તેમના 11 ખેલાડીઓ કેવી રીતે સામેલ છે. નોંધનીય છે કે આ તમામ ખેલાડીઓ ટેસ્ટ અને વનડે એમ બંને ટીમોમાં વહેંચાયેલા છે. ગિલ ગુજરાતનો પણ કેપ્ટન છે, તેથી આ પસંદગી GT ના ફેન્સ માટે બેવડી ખુશી લઈને આવી છે.
ટેસ્ટ ટીમમાં GT ના 7 ખેલાડીઓ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, માનવ સુથાર અને ગુરનુર બ્રાર.
વનડે ટીમમાં GT ના 3 ખેલાડીઓ: શુભમન ગિલ (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર અને ગુરનુર બ્રાર.
અફઘાનિસ્તાન સિરીઝ માટે ભારતની સંપૂર્ણ સ્ક્વોડ:
એકમાત્ર ટેસ્ટ માટેની ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિકલ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, માનવ સુથાર, ગુરનુર બ્રાર, ધ્રુવ જુરેલ અને હર્ષ દુબે.
