Connect Gujarat
ગુજરાત

ભગવાનના દ્વારે ધૂળેટી ઉત્સવ મનાવવા શ્રદ્ધાળુની ભીડ, ઠેર ઠેર મંદિરોમાં પદયાત્રીઓનું ઉમટ્યું ઘોડાપૂર

ભગવાનના દ્વારે ધૂળેટી ઉત્સવ મનાવવા શ્રદ્ધાળુની ભીડ, ઠેર ઠેર મંદિરોમાં પદયાત્રીઓનું ઉમટ્યું ઘોડાપૂર
X

રંગ અને ગુલાલના

તહેવાર ધૂળેટીની આજે રાજ્યભરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવણી થઇ રહી છે. ગઇકાલે

રાજ્યમાં ઠેર-ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા.ગઇકાલે ફાગણ સુદ પૂનમ હોવાથી

દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના પ્રાચીન કૃષ્ણ મંદિરોમાં

ભક્તોની મેદની ઉમટી પડી હતી. રાજાધિરાજ સ્વરૂપે પૂજાતા ભગવાન કૃષ્ણને હોળીના રંગે રંગવા માટે

મંગલા આરતી માટે મંદિરના દ્વાર ખૂલે તે અગાઉથી ભક્તો બહાર એકઠા થઈ ગયા હતા.

દ્વારકા અને ડાકોર તરફ જવા નીકળેલા પગપાળા સંઘ ગઈ મોડી રાત્રે પહોંચ્યા બાદ શહેરમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભક્તોને સમયસર અને સંતોષ કારક રીતે દર્શન કરવાનો લહાવો મળે તેવી વ્યવ્સ્થા ત્રણેય મંદિર ટ્રસ્ટ તરફથી ગોઠવાઈ હતી. મંદિરમાં દર્શનનો સમય પણ વધારી દેવાયો છે અને માત્ર ભગવાનને ભોગ ધરાવવા પુરતાજ દર્શન બંધ રખાયા હતા. દ્વારકાના જગત મંદિર ના પટાંગણ માં આજે ધૂળેટી નિમિત્તે બપોરે ત્રણ વાગ્યે ફુલ ઉત્સવ ઉજવાશે,

જ્યારે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ફુલ ઉત્સવ આરોગ્ય સલામતીના કારણોસર રદ કરવામાં આવ્યો છે. વાઇરસ કોરોનાની કટોકટી વચ્ચે પણ ભક્તોની શ્રધ્ધા બુલંદ હોવાનો અનુભવ દ્વારકા, ડાકોર અને શામળાજીમાં સૌ કોઈને થયો હતો.

એક સમયે આટલી ભીડ

એકઠી થઈ હોવાથી પોલિસ તંત્ર દ્વારા જન સલામતી તથા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના

વાયરસના ફેલાવા સામે અગમચેતીના પગલાં ભરાયા છે. કોરોના વાઇરસની સમજણનો ફેલાવો કરવા

માટે ઠેર ઠેર અગમચેતીનો સંદેશો આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. પૂનમના દર્શન બાદ

વતન પાછા જવા માંગતા પદયાત્રીઓ માટે ડાકોર અને દ્વારકા ખાતે એસ.ટી. તંત્ર દ્વારા

બસની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Next Story