રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે GDMA ડિરેક્ટરી-મોબાઈલ એપનું લોંચિંગ કરાયું

New Update
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે GDMA ડિરેક્ટરી-મોબાઈલ એપનું લોંચિંગ કરાયું

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ડાયસ્ટફ મેન્યુફેકચરીંગ એસોસિએશનની ડિરેકટરી-2020, વેબપોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશનનું ઇ-લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

publive-image

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી ઉદ્યોગ નીતિ-2020માં પણ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા ઇન્સેન્ટીવ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વટવા, અંકલેશ્વર, વાપી અને વડોદરા જેવા પેકેટ્સને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રકચરના આધાર ઉપર પર્યાવરણની જાળવણી સાથે ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે, ત્યારે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ડાયસ્ટફ મેન્યુફેકચરીંગ એસોસિએશનની ડિરેકટરી-2020, વેબપોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશનનું ઇ-લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે નવસારીના પ્રોહીબિશનના ગુનાના સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર  એચ.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના PSI પી.જે.સાળુકે તથા સવેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.

New Update
aavv

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર  એચ.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના PSI પી.જે.સાળુકે તથા સવેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.

તે દરમ્યાન આરોપી સીકદર સલીમ શાહ ઉ..વ.૩૫ રહે. કાપોદરા ગામ ઘંટી ફળીયુ તા.અંકલેશ્વરની ધરપકડ કરી હતી.આ આરોપી નવસારી પોલીસ મથકના રૂ.7.76 લાખના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી ફરાર હોવાનું બહાર આવ્યું છે.આ ઉપરાંત ઝડપાયેલ આરોપી વલસાડ ટાઉન પોલીસના પ્રોહીબિશનના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.