Connect Gujarat
દેશ

IMFએ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અનુમાનિત આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો

IMFએ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અનુમાનિત આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો
X

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશે (IMF) સોમવારે ભારત સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અનુમાનિત આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. આ સાથે સંસ્થાએ વેપાર વ્યવસ્થામાં સુધારા માટે પાયાકીય મુદ્દાઓને પણ ઉજાગર કર્યા હતા. IMFએ 2019 માટે ભારતના અનુમાનિત આર્થિક વિકાસ દરને ઘટાડીને 4.8 ટકા કર્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ઓક્ટોબરમાં વિકાસ દર 6 ટકા રહેશે એવુ અનુમાન આપ્યું હતું.

સંસ્થા મુજબ 2020 અને 2021માં આર્થિક વિકાસ દર અનુક્રમે 5.8 ટકા અને 6.5 ટકા રહી શકે છે. તેના તાજેતરના

તારણ મુજબ 2019મા વૈશ્વિક

વિકાસ દર 2.9 ટકા, 2020માં 3.3 ટકા અને 2021માં 3.4 ટકા રહેશે.

IMFની મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા

ગોપીનાથે કહ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંધિ સુધરવાને કારણે ઓક્ટોબરમાં

જોખમ આંશિક રીતે ઘટ્યુ હતું. તેમણે જણાવ્યું કે ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડાના

કારણે વિશ્વના બે વર્ષના વિકાસ દરમાં 0.1 ટકા અને તે પછીના વર્ષ માટે 0.2 ટકા ઘટાડો થયો છે.

Next Story