કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના વાયરસ મામલે નવા દિશા નિર્દેશ જાહેર કર્યા

New Update
કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના વાયરસ મામલે નવા દિશા નિર્દેશ જાહેર કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના મામલે નવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ દિશા નિર્દેશ 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર એટલે કે એક મહિના માટે લાગુ રહેશે. નવા નિર્દેશ પ્રમાણે જિલ્લા પોલીસ અને નગર પાલિકાના અધિકારી સુનિશ્ચીત કરશે કે કન્ટેનમેન્ટ ઝોનમાં અમલી નિયમોનું કડક પાલન થાય.

રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્થિતિ અંગે પોતાના મૂલ્યાંકનના આધારે કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે સ્થાનીક પ્રતિબંધો લગાવી શકે છે. જેમા રાત્રી કરફ્યું જેવા ઉપાયનો સમાવેશ થાય છે. દિશા નિર્દેશમાં સ્પષ્ટ કરાયું છે કે કેન્દ્ર સરકારની સલાહ વગર કન્ટેનમેન્ટ ઝોનની બહાર કોઇપણ સ્તરે લોકડાઉન લગાવી સકાશે નહી. કન્ટેનમેન્ટ ઝોનમાં ફકત જરૂરી સેવાઓ માટે પરવાનગી અપાશે. ભીડવાળા સ્થળો માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એસઓપી જાહેર કરશે. કોરોના માટે કેન્દ્રએ અત્યાર સુધીમાં 19 એસઓપી જાહેર કરી છે.

Latest Stories