Connect Gujarat
ટ્રાવેલ 

હોટલમાં રૂમ બૂક કરતી વખતે હંમેશા 3 થી 6 માળ પર જ રહેવાનુ પસંદ કરો.... જાણો કારણ.....

મોટા ભાગે રજાના દિવસોમાં લોકોને બહાર જવાનું થતું હોય છે અથવા તો ઓફિસના કામ માટે બહાર આવવા જવાનું થતું જ હોય છે.

હોટલમાં રૂમ બૂક કરતી વખતે હંમેશા 3 થી 6 માળ પર જ રહેવાનુ પસંદ કરો.... જાણો કારણ.....
X

મોટા ભાગે રજાના દિવસોમાં લોકોને બહાર જવાનું થતું હોય છે અથવા તો ઓફિસના કામ માટે બહાર આવવા જવાનું થતું જ હોય છે. ત્યારે આવા સમયે રોકાવા માટે લોકો લોજ અથવા હોટેલ બૂક કરાવતા હોય છે. ત્યારે ત્યાં રોકાતા પહેલા ત્યાની સુરક્ષા ચેક કરવી ખૂબ જ જરૂરી છે. કેમ કે આજનો જમાનો ડિજિટલ છે. ત્યારે આવા સમયે ખતરો ચારેકોર મંડરાયેલો રહે છે. ત્યારે એવી ખાસ બાબતો જે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે તો તેને જણાવીશું

· રૂમ હંમેશા ત્રીજા અને છઠ્ઠા માળે જ બૂક કરાવવો

રૂમ હંમેશા ત્રીજા અને છઠ્ઠા માળે રાખવા પાછળનું એક કારણ સલામતી છે. તેની પાછળ સુરક્ષાનું કારણ હોય છે. આ એવા રુમ છે, જે મેન ફ્લોર અને ઈમરજન્સી એક્સેસની નજીક હોય છે. કેમ કે ગ્રાઉન્ડ ફ્લોર પર નથી, તેથી ચોર લુંટારાનો ખતરો ઓછો રહે છે. જો આપ નીચેના ફ્લોર પર રહો છો તો અહીં રુમની અંદર ચોર આવવાની શંકા વધી જાય છે. જો આપ વધારે ઊંચાઈ પર છો, તો કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં ભાગવામાં તકલીફ થશે. જ્યારે ત્રીજાથી છઠ્ઠા ફ્લોર પર આપ સીડીઓથી આવી શકો છો.

· આ વાતોનું પણ ધ્યાન રાખો

આ ઉપરાંત રુમની અંદર જતી વખતે લોક અને બોલ્ટ બંને સારી રીતે બંધ કરે છે. જ્યાં આપ ટ્રાવેલ કરી રહ્યા છો, તેના વિશે વધારેમાં વધારે જાણકારી લેવી જરુરી હોય છે. બાળકોના ટ્રેકિંગ ડિવાઈસ પહેરાવીને રાખો, જ્યારે લગેજ પર એરટેગ લગાવવાથી લોકેશનની ખબર પડે છે. પ્રાઈવેટ રેંટલ્સથી બચવું જોઈએ, કેમ કે તે ખૂબ જ રિસ્કી હોય છે. આપને ખબર નથી હોતી કે, આપ કોના ઘરમાં રોકાઈ રહ્યા છો.

Next Story