Connect Gujarat
ટ્રાવેલ 

આ દિવાળી મનાવો શ્રી રામના ધામમાં, પરિવાર સાથે ફરવા જવાની આ છે બેસ્ટ જગ્યાઓ....

હાલ દિવાળી આવી રહી છે. અનેક લોકો દિવાળીની રજાઓની રાહ જોતાં હોય છે કે ક્યારે દિવાળી આવે, ક્યારે રજા પડે અને ક્યારે ફરવા જઇએ.

આ દિવાળી મનાવો શ્રી રામના ધામમાં, પરિવાર સાથે ફરવા જવાની આ છે બેસ્ટ જગ્યાઓ....
X

હાલ દિવાળી આવી રહી છે. અનેક લોકો દિવાળીની રજાઓની રાહ જોતાં હોય છે કે ક્યારે દિવાળી આવે, ક્યારે રજા પડે અને ક્યારે ફરવા જઇએ. આ દિવસોમાં પરિવાર સાથે ફરવા જવાની મજા જ કઈક અલગ હોય છે. ઘણા લોકોએ તો ફરવા જવાનો પ્લાન પણ બનાવી લીધો હશે. પરંતુ જો તમે હજુ કઈ વિચાર્યું નથી તો આજે અમે તમને જણાવીશું એવા પ્લેસીસ કે જ્યાં તમે તમારા પરિવાર સાથે દિવાળી સેલિબ્રેટ કરી શકો છે અને આ તહેવારોનો ભરપૂર આનંદ માણી શકો છો.

અયોધ્યા

ભગવાન શ્રી રામની જ્ન્મભૂમિ એટલે અયોધ્યા, એમાં પણ દિવાળીના પર્વ પર તો અયોધ્યાની રોનક જ કઈક અલગ હોય છે. આ દિવસે આખી અયોધ્યા દિવસાઓથી શણગારવામાં આવે છે. દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. ત્યારે લોકોએ આખી અયોધ્યાને દિવડાથી શણગારી દીધી હતી. અયોધ્યા ફરવા જવાં માટે સસ્તી જગ્યાઓ માની એક ગણવામાં આવે છે. પરિવારની સાથે તમે અહીં હનુમાનગઢી, આસપાસના મંદિરોના દર્શન કરી શકો છો. સાંજના સમયે અહીં સરયૂ નદીની આરતીમાં પણ સામેલ થઈ શકો છો.

બનારસ

કાશી વિશ્વનાથ પાનાં એક ખૂબ જ સુંદર જ્ગ્યા છે. અહીં તમે પરિવારની સાથે જય શકો છો. દિવાળીએ ભગવાન શિવની પ્રિય નગરીને શણગારવામાં આવે છે. આ મંદિરની સાથે તમે અશ્વમેઘ ઘાટની આરતીમાં પણ સામેલ થઈ શકો છો.

ઉદયપુર

રાજસ્થાનનું ઉદયપુર પણ પરિવાર સાથે ફરવા માટેનું એક સારું ડેસ્ટિનેશન પ્લેસ છે. આ જગ્યાએ તમે જૂના કિલ્લાઓ અને મહેલની મજા માણી શકશો. પરિવારની સાથે રોયલ લાઈફ ઇંજોય કરવા ઈચ્છો છો તો આ જગ્યાએ તમે ટ્રીપ પ્લાન કરી શકો છો.

જયપુર

દિવાળીના જયપુરની ગલીઓ પણ ખૂબ જ આકર્ષક લાગે છે. દર વર્ષે રાજસ્થાનનું પિન્ક સિટી જયપુર અલગ જ ઝગમગે છે. આ જગ્યાએ જવાનો પ્લાન તમે સરળતાથી બનાવી શકો છો.

Next Story